Tuesday, November 25, 2014

મસાલા વડા

સામગ્રી
 
-150 ગ્રામ નારિયેળ છીણ
-150 ગ્રામ સીંગદાણા
-400 ગ્રામ ચણાદાળ
-100 ગ્રામ ચણાનો લોટ
-આદું-મરચાં વાટેલ
-કોથમીર
-હળદર
-ગરમ મસાલો
-ખાંડ
-દ્રાક્ષ
-મરચું
-લીંબુ
-તલ
-મીઠું
 
રીત
 
સૌપ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય તેમ તળી લો.

No comments:

Post a Comment