સામગ્રી
-1 નંગ નાનું ટમેટું ઝીણું સમારેલું
-1 ટેબબ સ્પૂન બાફેલું ફ્લાવર
-1 નાનું બટકું બાફેલું
-1 ટેબલ સ્પૂન બાફેલું ગાજર
-1 ટેબલ સ્પૂન બાફેલી કોબીજ
-1 ટી સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
-1 ટેબલ સ્પૂન બાફીને મેશ કરેલા વટાણા
-1 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
-1/4 ટી સ્પૂન હળદર
-1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટેબલ સ્પૂન પાવભાજીનો મસાલો
-2 ટી સ્પૂન તેલ
-1 કપ ઘઉંનો લોટ
-મીઠું સ્વાદાનુસાર
-બટર જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરોબર ચઢવા દો. ત્યાર બાદ તેમાં બાફેલું બટકું, ગાજર, ફ્લાવર, કોબીજ,વટાણા અને કેપ્સીકમ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધા જ શાકભાજી બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર અને પાવભાજી મસાલો ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો.મસાલો થોડોક આગળ પડતો રાખવો અને પાણી ન નાખવું લચકા પડતું રાખવું. હવે તેમાં એક ચમચી તેલ ઉમેરી ઠંડુ પડે એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા.તૈયાર પરોઠાને ઉપરથી બટર લગાવી, ગરમ-ગરમ જ દહીં કે ટામેટાના સલાડ સાથે સર્વ કરો.
No comments:
Post a Comment