Saturday, November 8, 2014

ભરેલા શિમલા મરચાં


સામગ્રી
-4 નંગ લીલા-પીળા-લાલ શિમલા મરચાં
-50 ગ્રામ પનીર
-2 ચમચી બટર
-2 ક્યુબ ચીજ
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
-વટાણા
-ફ્રેંચ બીંસ
-ગાજર
-સ્વીટ કોર્ન
(આ બધુ મળીને એક વાડકી)
રીત
ચારેય શિમલા મરચાને વચ્ચેથી કાપી લો. પછી તેના પર આછુ માખણ લગાવી માઈક્રોવેવમાં ધીમી સ્પીડ પર શેકી લો. પછી છીણેલા પનીરમાં બધી શાકભાજી ઝીણી સમારીને ભેળવી લો. ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખ્યા પછી બધી સામગ્રીને મિક્સ કરી લો. હવે આને શિમલા મરચામાં ભરી લો. ઉપરથી ચીઝ કયૂબ છીણીને નાખી દો. હવે આને મધ્યમ આંચ પર માઈક્રોવેવમાં થવા દો. જ્યારે ઉપરનું ચીઝ મેલ્ટ થઈ જાય ત્યારે કાઢીને ગરમા-ગરમ પીરસો.

No comments:

Post a Comment