Sunday, November 16, 2014

મદ્રાસી પુલાવ


સામગ્રીઃ
-ચોખા દોઢ વાટકી
-અડદની દાળ ૨ ચમચી
-બાફેલા લીલા વટાણા ૧ વાટકી
-ગાજરના પીસ ૧ વાટકી
-કાકડીના પીસ ૧ ચમચો
-કેપ્સિકમ પીસ ૧ ચમચો
-મોળું દહીં ૨ વાટકી
-લીમડો ૮-૧૦ પાન
-લીલા મરચા ૫ નંગ
-રાઇ અને જીરું ૧-૧ ચમચી
-મીઠું, ખાંડ અને ઘી પ્રમાણસર
રીતઃ
ભાતને બાફી લો. તેમાં મીઠું નાખો. ઠરી જાય પછી તેમાં દહીં ભેળવીને બે કલાક મૂકી રાખો. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરું, લાલ મરચાં, લીલા મરચાં, અડદની દાળ, લીમડાનો વઘાર કરો. તેમાં કેપ્સિકમ સાંતળો. પછી તેમાં સમારેલા ગાજર, કાકડી નાખીને સાંતળો. બાફેલા વટાણાને ભાતમાં ઉમેરી આ વઘારને પણ તેમાં ઉમેરી હળવેથી મિક્સ કરો. કોથમીર ભભરાવીને મદ્રાસી પુલાવનો સ્વાદ માણો.

No comments:

Post a Comment