Monday, November 17, 2014

રવા બિરયાની

સામગ્રી
 -2 કપ રવો
-1 કપ મિક્ષ વેજ(ગાજર,વટાણા,બટાટા, ફ્લાવર વગેરે)
-1/4 ટીસ્પૂન હળદર
-10 થી 12 ફૂદિનાના પાન
-3 મધ્યમ કદના ટામેટા
-4 કપ પાણી
-3 ટેબલસ્પૂન તેલ
 
પેસ્ટ માટે
-3 મધ્યમ કદના મરચાં
-1 ઈંચનો આદુંનો ટુકડો
-1 ઈંચનો તજનો ટુકડો
-1 ટીસ્પૂન વરિયાળી
-3 નંગ લવિંગ
 
રીત
 
સૌપ્રથમ પેસ્ટ માટેની બધી જ સામગ્રીને મિક્ષર ગ્રાઈન્ડમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે રવાને અડધી ચમચી ઘીમાં દસેક મિનિટ માટે રોસ્ટ કરી લો. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને સાંતળો. લગભગ પાંચેક મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા, મિક્ષ વેજ અને હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરો. લગભગ દસેક મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં પાણી, મીઠું અને ફૂદિનાના પાન ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. એક વખત બધા જ શાકભાજી ચઢી જાય એટલે તેમાં રવો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. રવો ચઢી જાય અને બધું જ પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ જ રાયતાં સાથે સર્વ કરો.

No comments:

Post a Comment