Sunday, November 16, 2014

મેથી લાડુ


સામગ્રી-
-250 ગ્રામ અડદનો લોટ
-250 ગ્રામ મેથી
-250 ગ્રામ ઘઉંનો જાડો લોટ
-500 ગ્રામ ઘી
-750 ગ્રામ ગોળ
-50 ગ્રામ બત્રીસુ(કાટલું)
-50 ગ્રામ સૂંઠ પાઉડર
-50 ગ્રામ કાજુ
-50 ગ્રામ બદામ
-50 ગ્રામ ટોપરું સૂકું
ગાર્નિશીંગ માટે
-4 ચમચી ટોપરાનું છીણ
રીત
સૌપ્રથમ અડધા ઘીમાં અડદ લોટ ધીમા તાપે શેકી લો. તે જ રીતે ઘઉંના લોટને ઘી ગરમ કરી બદામી રંગનો શેકી લો. હવે બાકીનું ઘી ફરી ગરમ કરી છીણેલો ગોળ ઉમેરવો. બેથી ત્રણ ઊભરા આવે ત્યા સુધી ગરમ થવા દેવો. હવે તેમાં બંને લોટ, સૂંઠ પાઉડર, બત્રીસુ તથા તમામ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકરસ થઈ જાય એટલે તેના લાડુ વાળી લેવા. અને જો ના વાળવા હોય તો થાળીમાં ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ રેડીને બરાબર પાથરી દેવુ. ટોપરાના છીણથી ગાર્નિશીંગ કરીને ઠરવા દેવુ. ઠરી જાય એટલે તેને કટ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવુ. જો લાડુ વાળ્યા હોય તો તેને નાળિયેરની છીણમાં રગદોળીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા.

No comments:

Post a Comment