સામગ્રી
-1 કપ અડદનો લોટ
-1 કપ ઘી
-3/4 કપ ખાંડ
-1 ટીસ્પૂન સુંઠનો પાવડર
-1 ચપટી ગંઠોડાનો પાવડર
-1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-1 ચપટી જાયફળ પાવડર
-2 થી 3 ટેબલસ્પૂન સુકામેવાની કતરણ
-1 કપ ઘી
-3/4 કપ ખાંડ
-1 ટીસ્પૂન સુંઠનો પાવડર
-1 ચપટી ગંઠોડાનો પાવડર
-1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-1 ચપટી જાયફળ પાવડર
-2 થી 3 ટેબલસ્પૂન સુકામેવાની કતરણ
રીત
સૌ પ્રથમ અડદના લોટમાં બેથી ત્રણ ચમચી દૂધ અને બે ચમચી ઘી લઇ ધાબો દેવો. થોડીવાર પછી લોટને બરાબર મિક્સ કરી ચાળી લો. જેથી ગંઠા પડ્યા હોય તો નીકળી જાય. હવે એક કડાઈમાં ઘી લઇ આ ચાળેલો લોટ ઉમેરી શેકો. ગેસ મિડિયમ રાખવો. સતત હલાવતા રહો જેથી ચોટે નહી. બરાબર લોટ શેકાઈ જાય અને ગુલાબી રંગ પકડે એટલે ગેસ બંધ કરો. હવે એક બીજા વાસણમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડુબે એટલું પાણી લઇ ગેસ ઉપર ગરમ કરવા મૂકો. બે તારની ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે એમાં શેકેલો લોટ નાંખી બરાબર મિક્સ કરો. સુંઠ, ગંઠોડાનો પાવડર, ઈલાયચી અને જાયફળ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. થોડો સુકોમેવો પણ ઉમેરવો. હવે બધું બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ એક ઘી લગાડેલી થાળીમાં આ મિશ્રણને ઠારી દો. ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો. ઠરે પછી ટુકડા કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તમે ઈચ્છો તો આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો છો. જો ચાસણી ના કરવી હોય તો દળેલી ખાંડ નાંખીને પણ બનાવી શકાય છે. એના માટે લોટ શેકાય પછી આ મિશ્રણ ઠંડું થાય પછી એમાં દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લાડુ વાળવા.
No comments:
Post a Comment