Tuesday, November 25, 2014

બનારસી ચૂરા મટર


સામગ્રી
-2 કપ પૌંઆ
-11/2 કપ દૂધ
-1 કપ લીલા વટાણા
-1/3 કપ કોથમીર(ઝીણી સમારેલી)
-1 ટી સ્પૂન ખાંડ
-1/4 ટી સ્પૂન મરી પાઉડર
-1/2 ટી સ્પૂન ગરમ મસાલો
-1 ટેબલ સ્પૂન લીંબુ રસ
-મીઠું સ્વાદાનુસાર
વધાર માટે
-11/2 ટેબલ સ્પૂન ઘી
-1 ટી સ્પૂન જીરૂં
રીત
સૌપ્રથમ પૌઆંને ધોઈને બરાબર પાણી નિતારી લો. એક તપેલીમાં પૌઆ લઈને તેમાં દૂધ ઉમેરો. બંન્ને બરાબર મિક્ષ કરીને એક સાઈડ પર મૂકી દો. બીજી એક તપેલીમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં તતડે એટલે તેમાં લીલા મરચા અને આદુંની પેસ્ટ નાખો. એકાદ મિનિટ સાંતળીયા પછી તેમાં  વટાણા અને કોથમીર નાંખીને બરાબર હલાવી લો. લગભગ 3 મિનિટ સુધી ચઢવા દો. મીઠું, મરી પાઉડર, ખાંડ અને એક કપ પાણી નાંખી બરાબર મિક્ષ કરી દો. ત્યાર બાદ ગેસ ધીમો કરીને તપેલીને ઢાંકીને ઉકળવા દો. વટાણા બરાબર ચઢી ન જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી તેને ચઢવા દો. પાણી બળી ગયા બાદ તેમાં પૌઆ અને કોથમીર નાંખી બરાબર મિક્ષ કરો. ફરીવાર તેને ઢાંકીને 5 મિનિટ સુધી ચઢવા દો. જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.  છેલ્લે ગરમ મસાલો અને લીંબુ રસ ઉમેરીને ફરી બરાબર મિક્ષ કરી લો. એકાદ મિનિટ ચઢ્યા બાદ ગેસ બંધ કરીને ગરમ-ગરમ પીરસો.

No comments:

Post a Comment