Saturday, November 8, 2014

આલુ પનીર ચાટ




સામગ્રી
-2 કપ પનીર
-10 થી 12 બેબી બટાટા બાફેલા
-1 કપ લીલા વટાણા બાફેલા
-1 મોટો ટુકડો આદું
-2 થી 3 નંગ લીલાં મરચાં સમારેલા
-2 ટી સ્પૂન આમચૂર પાવડર
-1/2 ટી સ્પૂન કાળા મરી પાવડર
-1 ટી સ્પૂન લીંબુનો રસ
-1 ટેબલ સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
રીત
સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં અને આદુંની પેસ્ટ નાખીને લગભગ એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં પનીર, બટાટા અને વટાણાં નાખીને ફરીથી એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આમચૂર, કાળા મરી પાવડર, લીંબુનો રસ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. છેલ્લે કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

No comments:

Post a Comment