Tuesday, November 25, 2014

ઈંદોરી પૂરી પાલક



 સામગ્રી
-2 કપ મેંદો
-2 ટેબલ સ્પૂન ઘી
-1 કપ પાલક સમારેલી
-1 ટેબલ સ્પૂન આદું પેસ્ટ
-5 નંગ લીલાં મરચાં
-1/2 ટેબલ સ્પૂન જીરૂં વાટેલું
-2 ટેબલ સ્પૂન દહીં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ પાલકને બરાબર ધોઈને બાફી લો. ત્યાર બાદ બાફેલી પાલકને થોડી ઠંડી કરીને, તેમાંથી વધારાનું પાણી નીતારીને પાલકને મિક્ષરમાં પીસી લો. હવે મેંદાને ચાણીને તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે આ લોટમાં વચ્ચો વચ્ચે એક ખાડો કરો. હવે તેમાં તળવા માટેના તેલ સિવાયની બધી જ સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાંથી પૂરી માટેની કણક તૈયાર કરો.જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરવુ. આ લોટને ઢાંકીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે ફરીથી લોટને બરાબર મસળી લો. ત્યાર બાદ તેમાંથી નાના-નાના લુઆ લઈને પૂરી તૈયાર કરો. આ દરમિયાન તેલ ગરમ કરવા માટે મૂકો. ગરમ તેલમાં પૂરી નાખીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ટેસ્ટી પૂરી પાલક. ચટણી સાથે સર્વ કરો.

No comments:

Post a Comment