Sunday, November 16, 2014

વેજીટેબલ કઢાઈ


સામગ્રી 
-400 ગ્રામ મિક્ષ શાકભાજી(વટાણા, ફ્રેન્ચ બીન્સ, કેપ્સીકમ, કોબી વગેરે)
-100 ગ્રામ પનીરના ટુકડા
-250 ગ્રામ ટમેટા
-2 મોટા ચમચા  ગરમ મસાલો
-2 મોટી ચમચી તાજી મલાઈ
-2 મોટી ચમચી માખણ
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં બધા જ શાકભાજીનાં ટુકડાં અને પનીરના ટુકડાં ઉમેરી ૨ થી ૩ મિનિટ સાંતળો. ક્રશ કરેલા કાચા ટમેટાની પ્યૂરી ઉમેરી ૨ મિનિટ સાંતળો. હવે ગરમ મસાલો ઉમેરી તેલ છૂટુ ન પડે ત્યાં સુધી સાંતળો. એક કપ પાણી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી ૫ મિનિટ આંચ પર ચડવા દો. વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં થોડી મલાઈ અને માખણ ઉમેરો.

No comments:

Post a Comment