સામગ્રી
-મોરૈયાનો લોટ – અડધી વાટકી
-બટાકા – 2 નંગ
-રાજગરાનો લોટ – 1 વાટકી
-શિંગોડાનો લોટ – 1 વાટકી
-મરચું – 1 ચમચી
-જીરું – 1 ચમચી
-ખાવાનો સોડા – ચપટી
-મીઠું – સ્વાદ મુજબ
-તેલ – તળવા માટે
રીત
બટાકાને બાફી, છોલીને છીણ બનાવો. આ છીણમાં રાજગરાનો, મોરૈયાનો અને શિંગોડાનો લોટ ભેળવો. તેમાં મીઠું, મરચું, જીરું અને ખાવાનો સોડા મિક્સ કરી ચકરી પડે એ રીતે માવો તૈયાર કરો. જો બટાકાનું મિશ્રણ હાથમાં ચોંટતું હોય તો હથેળીને સહેજ પાણીવાળી કરી ચકરી પડે એવું મિશ્રણ બનાવો. હવે ચકરી પાડવા માટેના સંચામાં આ મિશ્રણ ભરો. તેલ ગરમ મૂકી તેમાં સંચાથી ચકરી પાડો અને તળી લો. ઠંડી થાય એટલે એક ડબ્બામાં ભરીને રાખો. ચકરી આઠ-દસ દિવસ સુધી રહેશે.
No comments:
Post a Comment