સામગ્રી:-
1 કપ મેથીના કુરિયા
2 ચમચા રાઈનાં કુરિયા
1 ચમચી હળદર
2 મોટા ચમચા સરસવનું તેલ અથવા દિવેલ
1/4 કપ મીઠુ
2 કપ મરચું
રીત:-
-મીઠાંને એક તવામાં પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી શેકી લો.
-ત્યાર બાદ એક મોટી તપેલી લઈ શેકેલા મીઠાંને પાથરી દો.
-મેથીનાં કુરિયાને એક ચમચી દિવેલ અથવા સરસવનાં તેલમાં આછા તાપે બે મિનિટ શેકવા.
-આ શેકેલા મેથીના કુરિયાને તપેલીમાં મૂકેલાં મીઠાંની ઉપર પાથરો
-આ પ્રમાણે રાઈનાં કુરિયાને શેકીને મેથીનાં કુરિયાની ઉપર પાથરો
-તેમાં થોડી હળદર ઉમેરો
-એક વાડકામાં 2 ચમચા સરસવનું તેલ અથવા દિવેલ ગરમ કરવું.
-આ ગરમ થયેલું તેલ રેડવું અને તરત જ ઢાંકી દેવું.
-પાંચ મિનિટ બાદ આ મિશ્રણ મિક્સ કરી લેવું
-આ મિશ્રણ એકદમ ઠંડુ પડે તેમાં મરચું ભેળવો.
-લ્યો તૈયાર છે ચટાકેદાર મેથીનો મસાલો, આ આપ કોઈપણ વસ્તુ સાથે ખાવામાં વાપરી શકો છો
નોંધ -આ મસાલો કેરીનું ખાટું અથાણું બનાવવા પણ ઉપયોગી છે.
-આ મસાલો ખાખરા પર ઘી લગાડી ખાવામાં ઉપયોગ લઈ શકાય છે.
No comments:
Post a Comment