Sunday, November 16, 2014

કાચા કેળાના કોફતા


સામગ્રી
-2 નંગ કાચા કેળા
-1/2 ચમચી મરચું
-1/2 ચમચી હળદર
-1/2 ચમચી ધાણાજીરું
-1 ચમચી ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
ગ્રેવી માટે
-4 થી 5 નંગ ટમેટા
-2 નંગ લીલા મરચાં
-1 ચમચી મગજતરીના બી અને કાજુના ટુકડા (થોડીવાર પલાળી રાખવા)
-1 ચમચી મરચું
-1/2 ચમચી હળદર
-1 ચમચી ધાણાજીરુ
-1 ચમચી ગરમ મસાલો
-1 ચમચી ખાંડ
-1 ચમચી મલાઈ
-તેલ અને ઘી વઘાર માટે
-તમાલપત્ર
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ કાચા કેળાને બાફીને ક્રશ કરી લેવા. ત્યાર બાદ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ અને ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી લેવું. હવે તેમાંથી મઘ્યમ આકારના ગોળા વાળી લેવા. ગરમ તેલમાં તળી લેવા. હવે ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ ટમેટા, લીલા મરચાં, મગજતરીના બી અને કાજુના ટુકડા મિકસ કરી બધું જ ક્રશ કરી લેવું. એક કઢાઈમાં ઘી અને તેલનો વઘાર મૂકો. તેમાં તમાલપત્ર નાખી, ગ્રેવી ઉમેરવી. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ તથા ગરમ મસાલો અને થોડી ખાંડ નાખી થોડીવાર ઉકળવા દો. ગરમ ગ્રેવીમાં કોફતા નાખી દેવા. થોડીવાર ચઢવા દેવા. ત્યાર બાદ ફ્રેશ મલાઈથી સજાવો.

No comments:

Post a Comment