Saturday, January 17, 2015

DAAL PAKWAN

સામગ્રી
દાળ માટેઃ
ચણાની દાળ - ૧ કપ (પલાળેલી)
હળદર - ૧ ટીસ્પૂન
લાલ મરચું - ૧ ટીસ્પૂન
આદુંની પેસ્ટ - ૧ ટીસ્પૂન
ગરમ મસાલો - ૧ ટીસ્પૂન
તેલ - ૨ ટેબલસ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે
પકવાન માટેઃ
મેંદો - ૧ કપ
ઘી - ૨ ટેબલસ્પૂન
જીરું - અડધી ટીસ્પૂન
મરી અધકચરાં - ૧ ટીસ્પૂન
તેલ - તળવા માટે
મીઠું - સ્વાદ પ્રમાણે
રીત
દાળને બાફી લો.
એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળો.
પછી દાળમાં નાખવાના બધા જ મસાલા નાખી ૫ મિનિટ પકવો.
હવે પકવાનની બધી જ સામગ્રીને મિક્સ કરી થોડું પાણી નાખી લોટ બાધી ૨૦ મિનિટ રહેવા દો.
આ લોટની મોટી-મોટી પૂરીઓ વણી તેમાં છરી વડે કાપા કરી લો, જેથી પૂરી તળવાથી ફૂલે નહીં.
એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી પૂરીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
પૂરી કડક થઈ જાય એટલે તેને ફુદીના તથા આમલીની ચટણી અને દાળ સાથે ગરમ ગરમ સર્વ કરો.
 

No comments:

Post a Comment