Monday, January 5, 2015

સીંગ ગોળની ચીકી


સામગ્રી
-250 ગ્રામ સીંગદાણા
-250 ગ્રામ ગોળ
-2 મોટી ચમચી ઘી
-5 થી 6 નંગ ઈલાયચીનો પાવડર
રીત
સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો. હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખીને સારી રીતે મિક્ષ કરી લો. ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો. મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી.  

નોંધ :- યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે શેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે.

No comments:

Post a Comment