Tuesday, January 6, 2015

લીલા વટાણાના ઢોકળા


સામગ્રી
-1 કપ રવો
-1/2 કપ ચણાનો લોટ
-1/2  કપ લીલા વટાણા ક્રશ કરેલા
-2 ચમચા આદું-મરચાંની પેસ્ટ
-2 ચમચી કોથમીર ઝીણી સમારેલી
-1 ચમચી ખાંડ
-2 ચમચી તેલ
-1/2 કપ દહીં
-1 નાની ચમચી ઈનો
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક બાઉલમાં રવો અને ચણાનો લોટ બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં દહીં, લીલા વટાણા અને મીઠું ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. આ બધી જ સામગ્રીને બરાબર ફેંટી લો. ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ, કોથમીર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે જ્યારે ઢોકળા ચઢવા માટે મૂકવાના હોય ત્યારે જે બે મિનિટ પહેલા તેમાં ઈનો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ઢોકળા માટેની ડિશમાં તેલ લગાવીને આ ખીરૂ પાથરો. હવે તેને ઢોકળિયામાં ચઢવા માટે મૂકો. 10 મિનિટ થશે ચઢવામાં, ત્યાર બાદ ચેક કરી લેવુ. થાળી કાઢીને થોડીક ઠંડી થાય એટલે કટ કરીને ઢોકળાને લીલી ચટણી સાથે સર્વ કરો.

No comments:

Post a Comment