સામગ્રી
-2 કપ ઘઉંનો લોટ
-2 ટેબલસ્પૂન ચણાનો લોટ
-2 ટેબલસ્પૂન મેંદો
-2 ટેબલસ્પૂન સોજી
-2 ટેબલસ્પૂન તેલ મોણ માટે
-પાલકની પેસ્ટ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
-2 ટેબલસ્પૂન ચણાનો લોટ
-2 ટેબલસ્પૂન મેંદો
-2 ટેબલસ્પૂન સોજી
-2 ટેબલસ્પૂન તેલ મોણ માટે
-પાલકની પેસ્ટ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
સ્ટફિંગ માટે
-150 ગ્રામ પનીર(છીણેલું)
-1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
-1 ટીસ્પૂન ઓરેગાનો
-1 ક્યુબ છીણેલું ચીઝ
-1 ટીસ્પૂન મરી પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-150 ગ્રામ પનીર(છીણેલું)
-1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
-1 ટીસ્પૂન ઓરેગાનો
-1 ક્યુબ છીણેલું ચીઝ
-1 ટીસ્પૂન મરી પાવડર
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં બધા લોટ ભેગા કરી લો. ત્યાર બાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને મોણનું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે પાલકની પેસ્ટથી કઠણ લોટ બંધો. પેસ્ટ બનાવવા માટે પાલકની ભાજીને ધોઈ સમારી પાણીની મદદથી વાટી લેવી. પાણી બને તેટલું ઓછું લેવું. હવે બીજા એક બાઉલમાં સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી ભેગી કરી લેવી. ત્યાર બાદ તેના નાના લુવા બનાવી લેવા.
હવે બાંધેલા લોટના લુવા પાડીને તેમાંથી નાની-નાની પૂરી વણી લો. એક પૂરીની ઉપર સ્ટફિંગનો લુવો મૂકી પાથરી લો અને તેની પર બીજી પૂરી મૂકી બરોબર દબાવી લો. જરૂર લાગે તો કાંટાથી સીલ કરી લો. આવી રીતે બધી જ કચોરી તૈયાર કરી લો. અને પછી ધીમા તાપે તળી લો. ગરમ-ગરમ કચોરીને લીલી ચટણી(તીખી) અને ખજુર આંબોળિયાની(ગળી) ચટણી સાથે સર્વ કરો.
No comments:
Post a Comment