Wednesday, January 7, 2015

દિવાની હાંડી


સામગ્રી
-3 નંગ બટાટા
-10 થી 12 નંગ ફ્રેન્ચ બિન્સ
-1 કપ વાલોરના દાણા
-3 નંગ ગાજર
-1/2 કપ વટાણા
-6 નંગ રીંગણ
-1 ઝૂડી મેથી
-1 ટી સ્પૂન આદુંની પેસ્ટ
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન હળદર
-1/2 કપ તેલ
-1 ટેબલ સ્પૂન કોથમીર
-6 નંગ લીલા મરચાં
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ બધા જ શાકભાજીને સ્વચ્છ કરીને તેને કટ કરી લો. બટાટા, બિન્સ અને વાલોરને સમારી લો. રીંગણાના મોટા ચાર કટકા કરી લો. મેથીને ધોઈને સાફ કરીને સમારી લો. લીલા મરચાંમાંથી બી કાઢીને તેને પણ કટ કરી લો. હવે નોન સ્ટિક હાંડીમાં તેલ ગરમ કરો.  તેમાં આદુંની પેસ્ટ ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મેથી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં બધા જ શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એક કપ પાણી ઉમેરીને તેને ચઢવા દો. બધા જ શાકભાજી ચઢી જવા આવે એટલે તેમાં લીલા મરચાં અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધું જ પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ સબ્જી જેને ગરમા-ગરમ પરાઠા સાથે સર્વ કરો.

No comments:

Post a Comment