Monday, January 5, 2015

છોલે પાલક મસાલા


સામગ્રી

-250 ગ્રામ કાબુલી ચણા
-1 ઝૂડી પાલક
-3 નંગ ટામેટાં સમારેલાં
-2 ટી સ્પૂન આદુંની પેસ્ટ
-2 નંગ લીલા મરચાં સમારેલાં
-1 નંગ તજનો ટુકડો
-1 ટી સ્પૂન જીરૂં
1 ટી સ્પૂન ધાણા પાવડર
-1 ટી સ્પૂન શેકેલા જીરૂનો પાવડર
-1 ટી સ્પૂન ઈલાયચી પાવડર
-1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન હળદર
-1 ટેબલ સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ ચણાને રાતે જ પલાળી દો. ત્યાર બાદ તેને પ્રેશર કૂકરમાં મીઠું નાખીને બાફી લો. પાલકને બરાબર સાફ કરીને સમારી લો. ત્યાર બાદ પાલકમાં આદું,અને લીલાં મરચાં નાખીને ગ્રાઈન્ડરમાં પીસીને પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને તજનો ટુકડો નાખીને સાંતળો.
 હવે તેમાં ટામેટાં, ધાણા પાવડર, શકેલું જીરૂં પાવડર, હળદર અને લાલ મરચું પાવડર
નાખીને પાંચથી સાત મિનિટ સુધી સાંતળો. હવે તેમાં પાલકની ગ્રેવી નાખીને પાંચેક મિનિટ સુધી સાંતળો. ચણામાંથી પાણી નીતારીને ચણા પણ તેમાં નાખો. બધી જ
સામગ્રી બરાબર મિક્ષ થાય તે રીતે હલાવી લો. છેલ્લે તેમાં મીઠું અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરીને બે મિનિટ માટે ચઢવા દો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ
સબ્જી ગરમા-ગરમ સર્વ કરો.

No comments:

Post a Comment