Monday, January 5, 2015

મમરાની ચીકી


સામગ્રી
-1 કપ મમરા
-1 કપ છીણેલો ગોળ
-ઘી થાળી ગ્રીસ કરવા માટે   
રીત
સૌપ્રથમ મમરા સાફ કરીને શેકી લો. ત્યારબાદ એક નોન સ્ટીક કઢાઈમાં છીણેલો ગોળ નાખી ધીમા તાપે ઓગળવા દો. પાયો થવા દો. વચ્ચે-વચ્ચે ચેક કરતા રહો. પાયો થઇ જાય એટલે તેમાં મમરા નાખી ગેસ બંધ કરી બરાબર હલાવી લો. પછી તરત જ તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુઆ જેવું બનાવી દો. વેલણની મદદથી પાતળી વણી લો. થોડી ગરમ હોય ત્યારે જ તવેથાથી ઉખાડી કટ કરી લો.

No comments:

Post a Comment