Monday, January 5, 2015

શીંગ કોપરું તલની ચીકી


સામગ્રી
-100ગ્રામ સિંગદાણા શેકીને અધકચરા કરેલા
-1 ટેબલસ્પૂન તલ શેકેલા
-1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ થોડુંક શેકેલું
-125ગ્રામ ગોળ
રીત
સૌપ્રથમ એક નોનસ્ટીક પેનમાં ગોળ ગરમ કરો. પાયો બનાવો. પાયો હલાવતા રહો. હવે એક વાટકામાં પાણી લઈ, પાયામાંથી પાણીમાં ટીપું પાડી, ચેક કરો કે ટીપું કડક થયું કે નહી. ટીપું કડક થઈ જામી જાય તો પાયો ચીકી માટે તૈયાર છે. ટીપું ઢીલું રહે તો પાયો ફરી થોડો ગરમ કરી ફરી ચેક કરો. બરાબર થઈ જાય એટલે ગેસ બંધ કરી પાયા માં અધકચરા કરેલા સિંગદાણા, તલ, કોપરાનું ખમણ મિક્ષ કરો. હવે ચીકી ઢાળવાની જગ્યાએ તથા વેલણમાં તેલ લગાવી લો. તેલ લગાવેલી જગ્યાએ મિક્ષ ચીકી મૂકી તેને વેલણથી પાતળી વણો. ગરમ હોય ત્યારે જ પીઝા કટરથી ચીકીના સ્ક્વેર પિસમાં કટ કરી લો. ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

No comments:

Post a Comment