Wednesday, January 7, 2015

અંજીર પાક


સામગ્રી
-500 ગ્રામ અંજીર
-500 ગ્રામ ખાંડ
-2 લિટર દૂધ
-100 ગ્રામ કોપરું
-5 ગ્રામ ઈલાયચી
-25 ગ્રામ બદામ-પીસ્તા
રીત
સૌપ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ખૂબ ઉકળવા માટે રાખો. તે દરમિયાન અંજીરના બારીક ટુકડા કરી લો. ત્યાર બાદ તેને ઊકળતા દૂધમાં ઉમેરો. અંજીર બફાઇ ગયા બાદ તેનો પેસ્ટ જેવો માવો બનાવો. નાના ટુકડા બચે તો કાઢવા હોય તો કાઢી લેવા નહીંતર ચાલશે. ત્યાર બાદ તેમાં ખાંડ, કોપરાનું છીણ, ઈલાયચી પાઉડર અને બદામ-પીસ્તાનો ભૂકો ઉમેરવો. હવે આ મિશ્રણને ગેસ પર ફરી ગરમ કરવા માટે મૂકો. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. નીચે ઉતારીને ઘીવાળી થાળીમાં પાથરી દો. બરાબર ઠરી જાય એટલે તેના કાપા પાડીને કટ કરી લો.

No comments:

Post a Comment