Tuesday, January 6, 2015

લીલી હળદરનું અથાણું


સામગ્રી
-250 ગ્રામ લીલી હળદર
-100 ગ્રામ સરસિયું
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-21/2 ટીસ્પૂન મેથીના કુરિયા
-21/2 ટીસ્પૂન રાઈના કુરિયા
-1 ટીસ્પૂન આદુંનો પાવડર
-250 ગ્રામ લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ હળદરને છોલીને ધોઈ લો. ત્યાર બાદ તેને કલાકથી બે કલાક માટે તડકામાં રાખો
. સુતરાઉ કપડાથી પાણી લૂછી લો. ત્યાર બાદ હવે તમારી ઈચ્છા અનુસાર હળદરને છીણી લો અથવા તો કટકા કરી લો. જો ટુકડા કરો તો ઝીણા કરવા. હવે એક કડાઈમાં સરસિયું ગરમ કરો. બરાબર ગરમ કરીને ગેસ બંધ કરી લો. હવે તેને થોડું ઘણું ઠંડુ થવા દો. ત્યાર બાદ એ જ તેલમાં  મેથીના કુરિયા અને બીજા મસાલા ઉમેરી દો. છેલ્લે તેમાં હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવુ. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ અથાણાંને એક દિવસ સુધી એમનું એમ રાખો. બીજા દિવસથી ઉપયોગમાં લો. આ અથાણાંને કાચની બરણીમાં ભરીને રાખો. જ્યારે જમવા બેસો ત્યારે ઉપયોગમાં લો. આ અથાણું તેલમાં ડુબેલી હશે તો 6 મહિના સુધી સારૂં રહે.

No comments:

Post a Comment