સામગ્રી
-8 થી 10 નંગ રવૈયા
-4 નંગ લીલા મરચાં મોટા
-2 ચમચા કોથમીર ઝીણી સમારેલી
-2 ચમચા આદું-મરચાંની પેસ્ટ
-2 ચમચા કોથમીરની પેસ્ટ
-1 ચમચો ધાણાજીરૂં
-1 ચમચી ગરમ મસાલો
-1/2 ચમચી હળદર
-1 ચપટી ખાવાનો સોડા
-1 ચમચી રાઈ
-1 નંગ લીંબુનો રસ
-2 ચમચા નાળિયેરનું છીણ
-મીઠું સ્વાદાનુસાર
-લીલવાની પેસ્ટ
-4 નંગ લીલા મરચાં મોટા
-2 ચમચા કોથમીર ઝીણી સમારેલી
-2 ચમચા આદું-મરચાંની પેસ્ટ
-2 ચમચા કોથમીરની પેસ્ટ
-1 ચમચો ધાણાજીરૂં
-1 ચમચી ગરમ મસાલો
-1/2 ચમચી હળદર
-1 ચપટી ખાવાનો સોડા
-1 ચમચી રાઈ
-1 નંગ લીંબુનો રસ
-2 ચમચા નાળિયેરનું છીણ
-મીઠું સ્વાદાનુસાર
-લીલવાની પેસ્ટ
રીત
સૌપ્રથમ રવૈયાને ધોઈને સાફ કરી લો. તેમાં કાપા કરીને ચાર ભાગ કરો. એ જ રીતે મરચાંને પણ સાફ કરી લો. તેમાં પણ કાપા પાડી લો. હવે એક બાઉલમાં લીલવાની પેસ્ટ, આદું-મરચાંની પેસ્ટ, ધાણાજીરૂં, હળદર, કોથમીર, નાળિયેરનું છીણ, ગરમ મસાલો, સોડા, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મસાલાને રવૈયા અને મરચાંની અંદર ભરી દો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે હવે તેમાં ભરેલા રવૈયા અને મરાચાં ધીમે રહીને ઉમેરી દો. વધેલો મસાલો તેના પર પાથરી દેવો. થાળીની ઉપર પાણી મૂકીને આ શાકને ચઢવા દો. મસાલો અને રીંગણ ચઢી જાય એટલે તેમાં છેલ્લે લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ચટાકેદાર શિયાળુ સ્પેશિયલ શાક.
No comments:
Post a Comment