Monday, January 5, 2015

બાજરીની ખીચડી


સામગ્રી
-1/2 કપ બાજરી(8 કલાક પલાળેલી)
-1/2 કપ મગની દાળ
-1 ટેબલસ્પૂન ઘી
-1 ટીસ્પૂન જીરૂં
-1/4 ટીસ્પૂન હળદર
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ મગની દાળને ધોઈને નીતારી લો. બાજરી જે 8 કલાકથી પલાળેલી છે તેને પણ નીતારી લો. હવે એક પ્રેશર કૂકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને બે કપ પાણી ઉમેરીને બાફવા માટે મૂકો. 4 સીટી વગાડી લો. કૂકર ઠંડુ થાય એટલે એક પેનમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં હળદર ઉમેરીને થોડીક સેકન્ડ સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલી બાજરી અને મગની દાળ અને થોડુંક મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને સાંતળો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ ખીચડીને ઘી નાખીને સર્વ કરો.

No comments:

Post a Comment