સામગ્રી
-4 થી 5 નંગ બ્રેડની સ્લાઈસ
-2 નંગ લીલા મરચાં સમારેલા
-1 કપ ચણાનો લોટ
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન અજમો
-1/2 કપ પાણી
-1 ચપટી કાળા તલ
-1 કપ તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર, અજમો, કાળા તલ, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરીને થોડું જાડું ખીરૂં તૈયાર કરીને એક બાજુ પર મૂકો. હવે એક તવો ગરમ કરો. તવો ગરમ થાય એટલે તેના પર થોડું તેલ પાથરો. ત્યાર બાદ બ્રેડની સ્લાઈસને ચણાના લોટના ખીરામાં ડુબાડીને તવા પર સેલો ફ્રાય કરો. બ્રેડ સ્લાઈસની આજુબાજુ થોડું તેલ રેડો. બંન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગની ફ્રાય કરી લો. તવા ફ્રાય બ્રેડ ટોસ્ટ રેડી છે, જેને ગરમા-ગરમ સર્વ કરો.
No comments:
Post a Comment