Tuesday, December 2, 2014

Vegetables Chili



Ingredients

         
1 tablespoon olive oil  
         
2 bay leaves
         
1 teaspoon ground cumin
         
2 tablespoons dried oregano
         
1 tablespoon salt
         
2 stalks celery, chopped
         
2 green bell peppers, chopped
         
2 jalapeno peppers, chopped  
         
4 ounce chopped green chile peppers  
         
28 ounce whole peeled tomatoes, crushed
         
1/4 cup chili powder
         
1 tablespoon ground black pepper
         
15 ounce boiled kidney beans,  
         
15 ounce boiled garbanzo beans,  
         
15 ounce boiled black beans
         
15 ounce whole kernel corn

Directions

      Heat the olive oil in a large pot over medium heat. Add bay leaves, cumin, oregano, and salt. Cook and stir, then mix in the celery, green bell peppers, jalapeno peppers, and green chile peppers. When vegetables are heated Reduce heat to low, cover pot, and simmer 5 minutes.


         Mix the tomatoes into the pot. Season chili with chili powder and     pepper. Stir in the kidney beans, garbanzo beans, and black beans. Bring to a boil, reduce heat to low, and simmer 45 minutes. Stir in the corn, and continue cooking 5 minutes before serving.

ઓટ્સ નાનખટાઈ



સામગ્રી
  •  ઘઉં કે મેંદાનો લોટ - ૧/૨ કપ
  •  કૂકિંગ ઓટ્સ - ૧/૪ કપ
  •  આઇસિંગ સુગર - ૧/૩ કપ
  •  બટર - ૧/૩ કપ
  •  વેનિલા એસેન્સ - ૧/૪ ટીસ્પૂન
  •  બેકિંગ પાઉડર - ૧/૪ ટીસ્પૂન
  •  બેકિંગ સોડા - ૧/૮ ટીસ્પૂન
  •  પિસ્તાંની કતરણ - ૧ ટેબલસ્પૂન
  •  દૂધ - ૧ ટીસ્પૂન
  •  એલાયચી પાઉડર -૧/૪ ટીસ્પૂન
રીત
  •  ઘઉંનો લોટ બેકિંગ પાઉડર અને સોડા નાખી ચાળી લેવો.
  •  લોટમાં હાથેથી ક્રશ કરી ઓટ્સ નાખવા. એલાયચી પાઉડર ને પિસ્તાં કતરણ ઉમેરવી.
  •  એક બાઉલમાં બટર અને આઈસિંગ સુગર લઈ બરાબર ફીણવું. ઘઉંનો લોટ ઉમેરવો.
  •   વેનિલા એસેન્સ ઉમેરી હળવા હાથે ભેળવી કણેક બાંધવી.
  •  કણેકના એક સરખા ૧૨ ગોળા વાળવા. ગોળા હાથેથી દબાવી, ચપટા કરી વચ્ચે ખાડો પાડવો. તેમાં સહેજ ઈલાયચી પાઉડર અને થોડી પિસ્તાંની કતરણ મૂકી દબાવી દેવી. બેકિંગ ટ્રે ગ્રીઝ કરી બધી નાનખટાઈ ગોઠવવી.
  •  પ્રિહિટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયમ પર ૧૨ મિનિટ બેક કરવી. ૩થી ૪ મિનિટ સ્ટેન્ડિંગ ટાઈમ માટે રાખવી. નાનખટાઈ તૈયાર થઈ જશે.
નોંધઃ પિસ્તાં અને એલાયચીની જગ્યાએ કાજુ અને કેસરનો ઉપયોગ કરી શકાય, પરંતુ જો કેસર વાપરો તો વેનિલા એસેન્સ ન વાપરવું.

આલુ પરોઠા


સામગ્રી
-250 ગ્રામ બટાકા
-4 થી 5 લીલા મરચાં
-1/2 કપ સમારેલી કોથમીર
-1 ચમચી વરિયાળી
-1/2 ચમચી અજમો
-1 ચમચી ખાંડ
-1 લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-હળદર  

લોટ બાંધવા માટે-
-2 કપ ઘઉંનો લોટ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ મોણ માટે
-પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો. હવે ઘઉંના લોટમાં મીઠુ નાખીને લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો. તેમાં બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો. હવે તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે. આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના શેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો. આ પરાઠાંને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

કાબુલી ચણા બિરયાની


સામગ્રી 
-1 કપ કાબુલી ચણા
-2 ચમચી ઘી
-1 ચમચી જીરૂ
-5 લવિંગ
-1 ઈંચ તજ
-1 કાળી ઈલાયચી
-2 કપ બાસમતી ચોખા
-1 ચમચી આદુની પેસ્ટ
-1 કાપેલુ ટામેટુ
-2 ઝીણા કાપેલાલીલા મરચાં
-1/2 ચમચી લાલ મરચું
-1/2 ચમચી પુલાવ મસાલા
-મીઠુ સ્વાદાનુસાર

રીત

આખી રાત કાબુલી ચણાને પલાળી રાખો. સવારે તેને પ્રેશર કુકરમાં નાખી 2 સીટી વગાડી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા જીરું, લવિંગ, ઈલાયચી અને તજ નાખીને હલાવો. થોડીવાર પછી તેમા લીલા મરચાં નાખીને 3-4 મિનિટ થવા દો. ત્યારબાદ આદુની પેસ્ટ નાખો અને તેને પણ થોડીવાર સુધી હલાવો. પછી ટામેટા અને મીઠુ નાખીને ચાર-પાંચ મિનિટ થવા દો. ટામેટા મેશ થઈ જાય કે તેમા બાફેલા ચણા નાખી દો. હવે લાલ મરચું અને પુલાવ મસાલો નાખી 2-3 મિનિટ થવા દો. હવે તેમા ધોયેલા બાસમતી ચોખા અને ત્રણ કપ પાણી નાખીને ઢાંકી મુકો. 15 મિનિટ સુધી ધીમા તાપ પર પુલાવને બફાવા દો. તૈયાર છે તમારો ચણા પુલાવ. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

બેસન બ્રેડ ટોસ્ટ



સામગ્રી

-4 થી 5 નંગ બ્રેડની સ્લાઈસ
-2 નંગ લીલા મરચાં સમારેલા
-1 કપ ચણાનો લોટ
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટી સ્પૂન અજમો
-1/2 કપ પાણી
-1 ચપટી કાળા તલ
-1 કપ તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર, અજમો, કાળા તલ, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરીને થોડું જાડું ખીરૂં તૈયાર કરીને એક બાજુ પર મૂકો. હવે એક તવો ગરમ કરો. તવો ગરમ થાય એટલે તેના પર થોડું તેલ પાથરો. ત્યાર બાદ બ્રેડની સ્લાઈસને ચણાના લોટના ખીરામાં ડુબાડીને તવા પર સેલો ફ્રાય કરો. બ્રેડ સ્લાઈસની આજુબાજુ થોડું તેલ રેડો. બંન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગની ફ્રાય કરી લો. તવા ફ્રાય બ્રેડ ટોસ્ટ રેડી છે, જેને ગરમા-ગરમ  સર્વ કરો.

ગોબી પકોડે


 સામગ્રી

-200 ગ્રામ ચણાનો લોટ
-300 ગ્રામ ફ્લાવર
-1/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-50 ગ્રામ કોથમીર
-5 થી 6 નંગ લીલા મરચાં
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ ચાણી લો. તેમાં ધીમે-ધીમે પાણી ઉમેરતા જઈને ખીરૂં તૈયાર કરો. ચમચાની મદદથી ખીરાને બરાબર ફેંટી લો, જેથી લોટના ગઠ્ઠા ન રહી જાય. હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, લીલા મરચાં, ધાણાજીરૂં અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. હવે ફ્લાવરને બરાબર ધોઈને સાફ કરી લો. તેના મોટા-મોટા ટુકડા કરી લો. હવે તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે ફ્લાવરના એક ટુકડાને તૈયાર કરેલા ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. લાઈટ બ્રાઉન રંગના થાય એટલે તેને સર્વિગ પ્લેટમાં કાઢીને સર્વ કરો. આ રીતે જ બધા પકોડા તૈયાર કરી લો. પછી ગરમા-ગરમ પકોડાની મજા માણો.